જય સોનલ માતાજી મારા વહાલા ગઢવી સમાજ ને
" ખીજ જેની ખટકે નહિ જેને ર્હુદયે કાયમ રીઝ "એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ"
અમદાવાદ માં જશોદાનગર માં છેલ્લા 14 વર્ષ થી આઈ શ્રી સોનલ માતાજીની સોનલ બીજ ઉજવાય છે જેમાં હઝારો જ્ઞાતિબંધુઓ માતાજી ની બીજ માં આવેછે પોષ સુદ બીજ ના દિવસે જશોદાનગર ના આંગણે માતાજીના જન્મ દિન નિમિત્તે ભવ્યતિ ભવ્ય આયોજન શ્રી સોનલ ચારણ યુવક મંડળ દ્વારા કરવામાં આવેછે જેમાં વહેલી સવારથી મહેમાનો નું આગમન સારું થઇ જાયછે વાજતે ગાજતે ઢોલ ત્રાશા થી આઈ માંઓ નું સ્વાગત કરવામાં આવેછે જેમાં સવારે હરીરશ સ્વાધ્યાય સભા થી વાતાવરણ ભક્તિમય બની જાય છે અને કાર્ય ક્રમ ની સરુઆત થાય છે જેમાં વિધિવત વિદ્યાર્થીઓ નું સન્માન બહેનો દીકરીઓ દ્વારા ગરબા બપોરે ભોજન અને પછી અતિ ભવ્ય માં સોનલ માની શોભા યાત્રા જેમાં હઝારો જ્ઞાતિબંધુઓ ની હાજરી શોભા યાત્રા માં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે જેમાં શિસ્ત બધ્ધ સ્વયમ સેવકો નું કામ પણ ગઢવી સમાજની એકતાની ઝાંખી કરાવે છે વાજતે ગાજતે ચારણી સંસ્કૃતિ ત્યાં જોવા મળે છે શોભા યાત્રા પૂર્ણ થયા બાદ નશીબ વાળા નેજ જેનો લહાવો મળે એવી અદભૂત માતાજીની મહા આરતી નું આયોજન કરવામાં આવેછે જેમાં સેંકડો દીવાઓ થી માતાજીની આરતી કરવામાં આવેછે અને આરતી પૂર્ણ થયા બાદ સાંજે લગભગ આઠ વાગે મહા પ્રશાદ( ભોજન) નું સરસ આયોજન હોય છે ભોજન પછી રાત્રે લગભગ 9 વાગ્યાથી (ડાયરો ) સંતવાણી નો દોર શરુ થાય છે જે લગભગ સવારના 5 વાગ્યા સુધી ચાલે છે અને વહેલી સવારે માતાજીની આરતી સાથે ભવ્ય જન્મોત્સવ નું સમાપન કરવામાં આવે છે ,
સોનલ યુવક મંડળ ના પાયા સ્વરૂપ અમારા વહાલા મિત્રો સમાન વિરલા
1) હરેશ દાન યુ મહેડું
2) વિજય દાન કે મહેડું ( એ. ઈ. સી.(ટોરેન્ટ પાવર) )
4) હકાભા (કલાકાર)
5) મનુભા ગઢવી--- (પોલીસ વટવા જી આઈ ડી સી )
6) ભરત દાન ખડીયા
7) સમરત દાન એમ મહેડું
8)લાલુભા બારહટ
9) હસમુખ દાન એમ બારહટ.
(10) હસમુખ બી રત્નું ,
(10) હસમુખ બી રત્નું ,
જેમની અથાગ મહેનત દ્વારા એક સુંદર આયોજન વર્ષો વરસ થાય છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો